સોમવાર, 31 ઑગસ્ટ, 2015

૧૫ મી ઓગસ્ટ ૨૦૧૫

૧૫ મી ઓગસ્ટ ૨૦૧૫

ઉજવણી

૧૫ મી ઓદસ્ટ ૨૦૧૪ ના સ્વતંત્રતાદિનની ઉજવની શાળાના પ્રાગનમાં જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા ના પ્રમુખ શ્રી પી. એચ. ભાટી સાહેબના વરદ હસ્તે રાખવામાં આવેલ હતું� પર્વની ઉજવણી નિમિતે પંચશીલ વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા મોડલ સ્કુલના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો� તથા કર્મચારીઓ તથા વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા. ધ્વજવંદન પછી મુખ્ય મહેમાન શ્રી ભાટી સાહેબે પ્રસાંગીક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને સંબોધીત કરતાં જણાવ્યુ હતું કે આજનો દિવસ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે આજનો દિવસ એટલે કે ૧૫ મી ઓગસ્ટ – આપણો સ્વાતંત્ર્ય દિવસ.
� અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માંથી� આપને આઝાદ થયા તે દિવસ તો આપના ઇતિહાસનું સોનેરી પાનું બની ગયો છે.
� અત્યારે આપણે આઝાદીના અર્થને સમજીએ છીએ ખરા ?� ના …કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદીનો શ્વાસ લઇએ છીએ અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણને મફતમાં અથવા સહેલાઈથી મળે તેની આપણા મનમાં કઈ જ કીમત હોતી નથી.

� અરે! આઝાદી કોને કહેવાય તે પ્રશ્ન આપણા શહીદોને પૂછો, એ સમયના આપણા સ્વાતંત્ર્ય વીરો ને પૂછો, લોહી રેડીને જેમને સામી છાતીએ ગોળીઓના વરસાદને ઝીલ્યો છે એવા લોકોને પૂછો� તો તેનું મહત્વ સમજી શકાય …!! � આપણા પૂર્વજોએ જે શહીદી વહોરીને આપણને આ અમુલ્ય ભેટ આપી છે તેને સાચવવાની જવાબદારી મારી , તમારી અને આપણા સહુની છે .
� મને કહેતા દુઃખ થાય છે કે આજના સમયમાં માયકાંગલા જેવા મુઠ્ઠીભર નેતાઓએ ગંદા રાજકારણથી આપની આઝાદીના સાચા અર્થને અને સાચા ગૌરવને સાવ ભુલાવી દીધા છે અને અંગત સ્વાર્થ ખાતર અંદરોઅંદર ઝગડતાં કરી મુક્યા છે .
� � � � � � � � � � મિત્રો !! દેશભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ માત્ર વાતો કરવાથી કઈ નહિ વળે ! કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ તેમ ચીન આપણા દેશનો મોટાભાગનો વિસ્તાર પડાવી લીધો છે અને હમણાં એક અઠવાડિયા પહેલા જ પાકિસ્તાને આપણા ૫ સૈનિકોને મારી નાખ્યા છે …તો હવે આપણે જ સમજવાની જરૂર છે કે જો આવી રીતે જ રાજકારણ રમાશે તો વહેલા મોડા આપણે સૌ ફરીથી ગુલામ બની જવાના છીએ. માટે જાગો !!! અને દેશભક્તિને હૃદયમાં ઉતારી આપણે પણ દેશપ્રેમનો પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનું મહત્વ સમજાવીએ.� પછી શાળામાં સંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.�
� જય હિન્દ
� � � � � વંદે માતરમ
� ભારતમાતા કી જય

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો