સોમવાર, 31 ઑગસ્ટ, 2015

ગુરુ પુર્ણિમા ૨૦૧૫

પ્રવૃત્તિઓ - ગુરુ પુર્ણિમા ૨૦૧૫

ઉજવણી

પંચશીલ વિદ્યાલય, ડીસા ખાતે તા.૧૨-૧૫ જુલાઈ એમ બે દિવસ ગુરૂ પૂર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત વિકાસ પરીષદના પ્રમુખ, મંત્રી અને શ્રી નાથાલાલ બ્રહમક્ષત્રિય અને અન્ય હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા. અને ગુરુ મહિમા પર વાતો કરી હતી અને દેશની આદી સંસ્કૃતિનો પરીચય કરાવી� ન્દુ અને બૌદ્ધ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું આગવું મહત્વ આલેખવામાં આવ્યું છે. 12/07/2014ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ગુરુને ઈશ્વર પછીનું સર્વોચ્ચ સ્થાન પણ આપવામાં આવે છે.

આથી જ શાસ્ત્રોમાં લખ્યું છે કે,
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु र्गुरुर्देवो महेश्वरः ।
गुरु साक्षात परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥

આ મંત્રનો મતલબ છે કે, હે ગુરુદેવ આપ બ્રહ્મા છો, આપ વિષ્ણુ છો, આપ જ શિવ છો. ગુરુ આપ પરમ બ્રહ્મ છો એવા ગુરુદેવ હું આપને નમન કરું છું. અષાઢ મહિનામાં શુક્લપક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુનો અર્થ સમજવામાં આવે તો, ગુરુ શબ્દમાં (ગુ) નો મતલબ છે અંધારું, અજ્ઞાનતા અને (રુ) નો મતલબ છે દૂર કરવું. મતલબ જે આપણી અજ્ઞાનતા દૂર કરે છે અને જીવનમાં રહેલી નિરાશા તેમજ અંધકારને દૂર કરે તે ગુરુદેવ છે.

આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ-શિષ્ય પરંપરા છે. જ્યારે બાળકને યજ્ઞોપવિત આપી આશ્રમમાં મોકલવામાં આવે છે ત્યારે તેનાં જીવનનું ઘડતર કરવાનું કામ ગુરુ કરે છે. તેના માટે તેના માતા અને પિતા બંને તે ગુરુ જ છે અને જ્યારે તે પોતાનો અભ્યાસ પુરો કરીને જીવનની નવી શરૂઆત કરે ત્યારે આશ્રમમાંથી વિદાય લેતા પહેલા ગુરુ પોતાની શક્તિ અનુસાર ગુરુદક્ષિણા આપે છે. આ પરંપરા ચાલુ રાખીને દર વર્ષે ગુરુ પૂર્ણિમાના રોજ ગુરુનું ઋણ ચૂકવવા માટે પોતાની શક્તિ અનુસાર દરેક વ્યક્તિ ગુરુને કંઈક ભેટ આપે છે જેને ગુરુ-શિષ્ય પરંપરા કહેવામાં આવે છે.

સંત કબીરે પણ ગુરુ માટે બહુ સરસ કહ્યું છે કે,

गुरु गोबिन्द दोउ खडे काके लागूँ पाँय,
बलिहारी गुरु आपने गोबिन्द दियो बताय।

જેનો મતલબ છે કે ગુર અને ઈશ્વર બંને જોડે ઉભા છે માટે કોને પહેલા પગે લાગવું તે અસમંજસ હોય તેવી સ્થિતિમાં ગુરુને પહેલા વંદન કરવા કારણ કે તેમણે જ ઈશ્વરના દર્શન કરાવ્યા. તેમના વગર ઈશ્વર સુધી પહોચવું અશક્ય હતું.

કબીરજીનો બીજો એક પ્રચલિત દોહો છે કે,

कबीरा ते नर अंध है गुरु को कहते और
हरि रूठे गुरु ठौर है गुरु रूठे नही ठौर

મતલબ કે તે અંધ છે જે ગુરુ ને નથી સમજતો. જો ઈશ્વર નારાજ થાય તો ગુરુ બચાવે પણ જો ગુરુ નારાજ થાય તો કોણ બચાવે.

આ દિવસે શું કરવું જોઈએ?

  1. જેમણે પોતાના ગુરુ બનાવ્યા હોય તેમણે ગુરુનાં દર્શન કરવા જોઈએ.
  2. હિન્દુ શાસ્ત્રમાં શ્રી આદિ શંકરાચાર્યને જગતગુરુ માનવામાં આવે છે માટે તેમની પૂજા કરવી જોઈએ.
  3. ગુરુના પણ ગુરુ તેવા ગુરુ દત્રાત્રેયની પૂજા કરવી અને દત બાવનીના પાઠ કરવા.

જ્યોતિષ અને કુંડળી પ્રમાણે નીચે દર્શાવેલ સ્થિતિમાં ગુરુ યંત્ર રાખવું અને તેની નિયમિત પૂજા કરવી જરૂરી છે -
  1. આપની કુંડળીમાં ગુરુ નીચસ્થ રાશિમાં એટલે કે મકર રાશિમાં હોય તો ગુરુ યંત્ર ની પૂજા કરવી જોઈએ.
  2. ગુરુ-રાહુ , ગુરુ-કેતુ કે ગુરુ-શનિ યુતિમાં હોય તો પણ આપને આ યંત્ર ખુબજ લાભદાયી નીવડશે.
  3. આપની કુંડળીમાં ગુરુ ખાડાના સ્થાનમાં એટલે કે 6, 8 કે 12મા સ્થાનમાં હોય તો પણ આપે ગુરુ યંત્ર રાખવું અને તેની નિયમિત પૂજા કરવી તેવી સલાહ છે.
  4. કુંડળીમાં ગુરુ વક્રી કે અસ્તનો હોય તો ગુરુ તેનું નૈસર્ગિક બળ ગુમાવે છે માટે આપે આ યંત્રની પૂજા કરવી જોઈએ.
  5. જેની કુંડળીમાં અભ્યાસ, સંતાન, આર્થિક અને દાંપત્યજીવનને અનુલક્ષીને તકલીફ હોય તેમણે વિદ્વાન જ્યોતિષની સલાહથી ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરવું અત્યંત જરૂરી છે.
  6. આ સિવાય આપની કુંડળીમાં રહેલા દરેક પ્રકારના આર્થિક દોષ દૂર કરવા આપ "શ્રી યંત્ર"ની પૂજા કરશો તો વિશેષ લાભ થશે.
હાલમાં કર્ક રાશિમાં એટલે કે પોતાની ઉચ્ચની રાશિમાં ભ્રમણ કરી રહેલા ગુરુનો આપના પર શું પ્રભાવ પડશે? આપની જન્મકુંડળીના વ્યક્તિગત અભ્યાસના આધારે જાણવા માટે અમારા જ્યોતિષી સાથે વાત કરો અથવા ગુરુના રાશિ પરિવર્તનથી મને શું અસર થશે?

આમ ગુરુ ની ઉપાસના આપને સાચી દિશા અને માર્ગ બતાવી જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે.
આમ ગુરૂ પૂર્ણીમાંની અનોખી ઉજવણી કરી હતી.
સ્થળ : ડીસા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો