સોમવાર, 31 ઑગસ્ટ, 2015

રક્ષા બંધન

રક્ષા બંધન

ઉજવણી

શાળામાં તા૯-૮-૨૦૧૪ ના રોજ રક્ષાબંધના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આદિવસ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા તહેવારના મહિવા પર વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો� આ વાર્તાલાપમાં� બ્રહ્મ દિન, બ્રાહ્મણ પૂનમ, રક્ષાબંધન...! રક્ષાબંધન એટલે રાખડી બાંધવી તે માત્ર રાખડી બાંધી કે બંધાવી આપવી, એટલે પત્યું. એમ નહી, પણ રક્ષાબંધન પાછળ જે ભાવના ભરી પડી છે, જે તત્વજ્ઞાન સમાયું છે. અને જે મહાન જવાબદારી રહેલી છે, તેનું યથાર્થ પાલન થાય તે આવશ્યક છે.
રક્ષા બંધન, સ્વાપર્ણ, શૌર્ય, સૌજન્ય સાહસ, અને ભાઇ-બહેનના નિર્મળ પ્રેમનું નિસ્વાર્થ સ્નેહનું પ્રતિક છે. એમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા, અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવનકારી છે.
વેજ શ્રુતિ સ્મૃતિને આધારે આર્યોએ આ વ્રતનું આયોજન કરેલું હજારો વર્ષ વીત્યા છતાં આજે સુંદર સુવ્યવસ્થિત સ્વરૃપે જળવાઇ રહ્યું છે.
રક્ષાબંધનને બળેવ પણ કહે છે, બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેના પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ દિને, ભારતના ભડવીર સાહસિક સાગર ખેડૂ બનીને વહાણવટે ઉપડતાં અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતાં ખેલતાં, નાળીયેર પધરાવી, સાગરનું પૂજન કરી, આખી દુનિયા ખુંદી વળતાં, આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ વેપારીઓ પણ સામેલ થતાં તે વખતે ઐકય સાથે ઉમંગની છોળો ઉડતી. અને સાચા ભ્રાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો આવું છે આ વ્રત પર્વ નાળીયેરી પૂનમ...!વૈદીક વેદ પુરાણને અનુસરનારા ગામ, શહેર સમસ્તનો બ્રહ્મસમાજ સમુહમાં હળી મળી પોતાની ઉપવિત - જનોઇ વેદના મંત્રોચાર અને ગાયત્રી ઉપાસના સાથે સાગર કે સરિતાના તીટે, દેવ મંદિરના સાનિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે, અને બાર માસ જૂની જનોઇ બદલાવી નવા આચાર વિચાર સાથે નવી ઉપવિત ધારણ કરે છે.
નવી જનોઇ ધારણ કર્યા પછી વર્ણનામ બ્રાહ્મણો ગુરૃ તરીકે ચાર વર્ણને રઢીયાળુ રક્ષાબંધન બાંધી આશિર્વાદ આપી, ક્ષેમ કુશળ ઇચ્છે છે. અને આ આશિર્વાદના બદલામાં ધનવાનો, યથા શકિત દક્ષિણા આપે છે. આ દાન પાછળનો હેતુ અને ભાવના જોઇએ તો વિદ્યા અને વિપ્રના માન સન્માન અને રક્ષાની કદર, રક્ષક અને રક્ષકોનો મીઠો ઉજળો સંબંધ.જનોઇ માત્ર સુતના ત્રાગડાનું તુત કે ભુત નથી સોળ સંસ્કારમાનો એક ઉત્તમ સંસ્કાર છે. જનોઇ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્યતે કહેવાય છે.
રક્ષાબંધન, એટલે ભાઇ - બહેનના નિર્મળ પ્રેમની પ્રસાદી રાખડી...! મામુુલી દોરો નથી...! સુતરનો રંગબેરંગી તાતણો નથી...! પણ ત્યાગનું� મહામુલુ પવિત્ર પ્રતિક છે...! શણગાર છે...!બજારમાં વેંચાતી ભારે ભપકાદાર, ઝળાહળ કરતી ખર્ચાળ રાખડી કરતાં, હાથે કાંતેલાં સુતરનો રંગીન તાતણો વધારે કિંમતી છે. બાહ્મરૃપ કરતાં તેના ગુણ પ્રભાવને પીછાણીએ, એ જ છે, રક્ષાબંધનની મહત્તા...!
આજે અંતરના આશિષ સાથે, બહેન ઉમળકાભેર પોતાના ભાઇને� કપાળે કુમકુમ તિલક કરી, ચોખા� ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે. અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતાં યથા શકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે, રક્ષા બંધનના આદર્શ પવિત્ર પાઠો નવા� યુગના ભાઇ -બહેનો એ શીખવા જેવા છે.
આપણાં પુરાણોમાં વ્રત અને પ્રતિક રાખડીનો મહિમા ઘણો મોટો છે. પવિત્ર છે. દાનવો� સામે લડતાં લડતાં દેવરાજ ઇન્દ્ર હારી ગયા અને ઇન્દ્રાસન તથા દેવલોક ભયમાં મુકાયા ત્યારે ઇન્દ્રાણીએ, ઇન્દ્રને રાખડી બાંધી, રક્ષાબંધન વ્રત કર્યુ. જેના પ્રભાવે ફરી યુધ્ધ લલકાર કરીને ઇન્દ્રએ વિજય મેળવ્યો.
માતા કુંતીએ વીર અભિમન્યુને વ્રત કરીને રક્ષાબંધન બાંધ્યું. પછી કૌરવો સામે સાત કોઠા યુધ્ધ લડવા મોકલ્યો.
કુંતા અભિમન્યુને બાંધે રાખડી...! અમર રાખડી...! અને એ રાખડીએ રંગ રાખ્યો...!
મેવાડની મહારાણી અને વીર રાણી કર્ણાવતીએ મોગલ સમ્રાટ હુમાયુ ને ભાવ ભીનું રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો. અને જીભના માનેલાં આ ભાઇએ પોતાની બહેનની રક્ષા, જાનના જોખમે કરી બતાવી...!
બલિપૂજન આજે કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવેલાં આજે પણ બલિપૂજા કરવાથી શોક નાશ પામે છે. પાપ મુકત થાય છે. કારતુક સુદ-૧ ના દિને થતું બલિ પૂજન વ્રત આજે યાદ આવે છે.
રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ - બહેનના હેત વધે છે. આયુષ્ય વધે છે. અને ધનધાન્ય સંપતિની વૃધ્ધી થાય છે.સ્થળ : ડીસા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો