સોમવાર, 31 ઑગસ્ટ, 2015

ટ્રાફિક સુરક્ષા                                           જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી, બનાસકાંઠા , પાલનપુર R T O ટીમવાન , પાલનપુર દ્વારા શાળા ટ્રાફિક એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત  આજ રોજ તા. ૭/૮/૨૦૧૫ ને શુક્રવારના રોજ  શાળામાં  ટીમવાન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ટીમના બે સભ્યો  સવારે ૧૧.૦૦ કલાકે પ્રાર્થના સભામાં આવી. શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ટ્રાફિક સુરક્ષાના નિયમો અને રસ્તે ચાલતાં સલામતી કેમ જાળવવી તેની સરળ ભાષામાં સમજ આપી હતી ,અને પછી હોલમાં એલસીડી પ્રોજેકટર મારફત સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં  શાળા ના ધો.-૯ થી ધો.-૧૨ ના કુલ ૧૭૨ વિદ્યાર્થીએ તથા શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ભાગ લીધો હતો  
સ્થળ= ડીસા                                                                      
તા.૭/૮/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો